← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સ્ટ્રાઇકર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કૅરમના પાટિયા પર
સ્ટ્રાઇકર
આખી રમત ચલાવે છે.

ધોળી કૂકરી, કાળી કૂકરી,
લાલ રાણી સુદ્ધાં —
સૌને ધક્કો મારી
ખાનામાં ધકેલે છે.

પોતે
ક્યારેય પડતો નથી.
પડે તો
દંડ થાય,
ને એ
ફરી પાછો
આંગળીઓની વચ્ચે
પોતાની જગ્યાએ મુકાય છે.

ઑફિસમાં
મારા સાહેબને જોઉં છું,
તો મને
પાવડરની
ઝીણી ગંધ આવે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખજોકરઆગલો લેખ →સાજ