← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જોકર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પત્તાંની બાજીમાં
બાદશાહ, બેગમ, ગુલામ —
સૌનો ચહેરો ગંભીર.
સૌને પોતાનું ચિહ્ન,
પોતાનો રંગ,
પોતાની કિંમત.

એક જોકર જ
હસતો રહે છે.
એને ન રંગ, ન ચિહ્ન,
ન કોઈ ચોક્કસ કિંમત.

પણ જ્યારે બાજી અટકે,
જ્યારે કોઈ પત્તું ખૂટે,
ત્યારે
એ જ હસતો જોકર
બાદશાહ બની જાય છે,
ગુલામ બની જાય છે,
જે ખૂટે તે બની જાય છે.

ઘરમાં પણ
એક મા હોય છે —
પત્તાંમાં
સૌથી ઓછી ગણાયેલી,
ને બાજીમાં
સૌથી વધારે ખપમાં આવેલી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅઠ્ઠાણું ટકાઆગલો લેખ →સ્ટ્રાઇકર