← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સંગમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાલીસ વર્ષ પછી
સ્ટેશન પર
અચાનક
એ મળી ગયો —
મારો બાળપણનો ભાઈબંધ.

માથે ટાલ,
પેટ આગળ,
આંખે જાડાં ચશ્માં.

અમે બંને
થોડી વાર
એકબીજાને ઓળખતા રહ્યા,
જાણે નદી
પોતાનું જ મૂળ
શોધતી હોય.

પછી એ બોલ્યો:
‘અલ્યા, તું તો
હજી એવો ને એવો!’

બંને જાણતા હતા
કે એ જૂઠું છે.

ને તોય
એ ક્ષણે
બે સુકાયેલાં ઝરણાં
ફરી
ખળખળ વહેવા લાગ્યાં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપાંદડાંઆગલો લેખ →સાંજનું સપનું