← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

શેરીનો કૂતરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એનું નામ નથી.
કોઈ ‘કાળિયો’ કહે,
કોઈ ‘ટોમી’,
કોઈ પથ્થર.

રાતે
આખી શેરીની ચોકી કરે,
પગાર વગર.
સવારે
કોઈ વાસી રોટલી નાખે,
તો પૂંછડી હલાવી
આભાર માને.

ગયે શિયાળે
ચોકીદારના ઘરે ચોરી થઈ,
ત્યારે એ
ભસી ભસીને
ગળું બેસાડી બેઠો હતો.

કોઈએ સાંભળ્યું નહીં.

બીજે દિવસે
સોસાયટીની મીટિંગમાં
ઠરાવ થયો:
‘આ કૂતરાને
શેરીમાંથી કાઢો.
રાતે બહુ ભસે છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકલમઆગલો લેખ →સૌભાગ્યવતી યાદ