સૌભાગ્યવતી યાદ
એમના ગયા પછી
મેં ચાંદલો કાઢી નાખ્યો,
બંગડી ઉતારી,
રંગીન સાડીઓ
પેટીમાં મૂકી.
લોકો કહે છે:
‘હવે તું વિધવા.’
પણ
રોજ સવારે
બે કપ ચા બને છે,
ભૂલથી.
રોજ રાતે
પલંગની ડાબી બાજુ
ખાલી રાખું છું,
ટેવથી.
ને એમની
ચશ્માંની ડબ્બી
હજી
ટેબલ પર
ખુલ્લી પડી છે.
ચાંદલો ભલે ગયો,
પણ એમની યાદ
હજી
સૌભાગ્યવતી છે.
– પરાગ રતનપરા