← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સમય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સમય
દોડતો નથી,
આપણે દોડીએ છીએ;
એ તો
રેલવે-ફાટક પાસે
ઊભેલા
એક ઘરડા ચોકીદાર જેવો છે —
દરેક ગાડીને
લીલી ઝંડી બતાવે છે,
ને પછી
ફરી ખુરશી પર બેસી જાય છે.

આપણને લાગે છે
કે ગાડી ગઈ,
સમય ગયો.

ના.
ગાડી ગઈ.
આપણે ગયા.

ચોકીદાર તો
ત્યાં જ બેઠો છે —
બીડી સળગાવતો,
ને આવનારી ગાડીની
રાહ જોતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમાભોમનો સાદઆગલો લેખ →તું વરસ