← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સડક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સડક
આખો દિવસ
ચાલનારાની પાછળ
ચાલ્યા કરે છે.

કોઈ ઑફિસ પહોંચે,
કોઈ હૉસ્પિટલ,
કોઈ પ્રેમિકાને ઘેર,
કોઈ સ્મશાને.

સૌ ક્યાંક પહોંચી જાય છે.

સડક
ક્યાંય નથી પહોંચતી.

રાતે
જ્યારે છેલ્લો પગરવ
ઘરમાં પેસી જાય,
ત્યારે
સડક
સ્ટ્રીટલાઇટના પીળા અજવાળે
પોતાના પગ જોયા કરે છે —
જે કદી
એના પોતાના નહોતા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમને હું ક્યાં મળું?આગલો લેખ →આજમાં