← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મને હું ક્યાં મળું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સૌને મળ્યો હું રોજ રોજ, પણ મને હું ક્યાં મળું?
ભીડમાં ભળી ગયો એવો, કે ખુદમાં પાછો ક્યાં વળું?

સવારે ઑફિસનો માણસ, સાંજે ઘરનો ચાકર,
રાતે ફોનમાં ઊંધો વળીને જોઉં ચહેરા પાધર;
અરીસામાં જે ઊભો છે, એ કોણ, એને કેમ કળું?
સૌને મળ્યો હું…

બાળપણનો એક છોકરો ક્યાંક ગલીમાં છૂટ્યો,
કાગળની હોડી લઈને જે વરસાદે ભીંજાતો રૂઠ્યો;
એને શોધવા નીકળું તો ખોવાઈ જાઉં, બળું…
સૌને મળ્યો હું…

પરાગ કહે: એક સાંજે બેસો, ફોન મૂકીને દૂર,
આંખ મીંચો તો ભીતરથી આવે એક જૂનો સૂર;
એ સૂર સાથે ગાતાં ગાતાં, હું મને જઈ ભળું…
સૌને મળ્યો હું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઊંઘમાંઆગલો લેખ →સડક