પૃથક્કરણ
પ્રયોગશાળામાં
વૈજ્ઞાનિકે
એક આંસુનું પૃથક્કરણ કર્યું.
અઠ્ઠાણું ટકા પાણી,
એક ટકો મીઠું,
થોડું પ્રોટીન,
થોડા ક્ષાર.
પણ
અહેવાલમાં
એક ટકો
સમજાવી શકાયો નહીં.
વૈજ્ઞાનિકે ચશ્માં ઉતાર્યાં,
માઇક્રોસ્કોપ બાજુએ મૂક્યું,
ને પૂછ્યું:
‘આ આંસુ કોનું છે?’
જવાબ મળ્યો:
‘એક માનું,
જેણે દીકરાને
એરપોર્ટના કાચની પેલે પાર
છેલ્લી વાર હાથ હલાવતો જોયો.’
વૈજ્ઞાનિકે
અહેવાલના ખાલી ખાનામાં
કંઈ ન લખ્યું.
એ ખાનું
હજી ભીનું છે.
– પરાગ રતનપરા