← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વીજળી ગઈ ત્યારે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અચાનક વીજળી ગઈ.

ટીવી ચૂપ થયું,
પંખો થાકીને અટક્યો,
ફોનની બેટરી
પાંચ ટકે હાંફવા લાગી.

અમે સૌ
અગાશીએ આવ્યા.

દાદીએ વાર્તા માંડી —
એક હતો રાજા…
નાનકાએ પહેલી વાર
સપ્તર્ષિ જોયા.
મમ્મી-પપ્પા
વર્ષો પછી
એક જ ખાટલે બેસી
હસ્યાં.

પડોશીની અગાશીથી
કોઈ જૂનું ગીત
ગણગણતું આવ્યું.

બે કલાક પછી
વીજળી પાછી આવી.

સૌ પોતપોતાના ઓરડામાં,
પોતપોતાના પડદા પાસે
પાછા ગોઠવાઈ ગયા.

અજવાળું થયું
ને ઘર
ફરી અંધારું થઈ ગયું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપૃથક્કરણઆગલો લેખ →હજી