હજી
ઓસરીમાં બાપુજીનો રોજ ખોંખારો હજી,
ખાટલો ખાલી, છતાં એનો ય અણસારો હજી.
રાત પડતાં દ્વાર વાસું, કોઈ પૂછે: ‘બંધ છે?’
ઊંઘતા ઘરમાં ય જાગે એક હોંકારો હજી.
બારણે લટકે હજી છત્રી અડીખમ એમની,
ભીંજવે વરસાદ તો પણ એ જ સથવારો હજી.
દીકરાના શ્વાસમાં ધબકે પિતાનું આ હૃદય,
બાપ ચાલ્યા, તોય ભીતર એ જ ધબકારો હજી.
બાપનાં ચશ્માં પરાગે જ્યાં પહેર્યાં, ત્યાં થયું:
હર કવનમાં, હર ગઝલમાં એક ઈશારો હજી.
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #બાપુજી #સ્મરણ #હાજરી #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #RememberingDad #PresenceInAbsence #Legacy #ParagRatanpara