← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પિતાનો કોટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પિતાનો કોટ
હજી ખીંટીએ ટીંગાય છે.

ખભે થોડો ઢીલો પડે છે મને,
બાંય થોડી લાંબી,
ખિસ્સામાં
એક ઘસાયેલી બસની ટિકિટ,
સોપારીના બે કટકા,
ને મારી પાંચમા ધોરણની
ફીની પહોંચ.

આજે પહેલી વાર
મેં એ કોટ પહેર્યો
ને અરીસા સામે ઊભો રહ્યો.

અરીસો ચૂપ રહ્યો,
પણ મને લાગ્યું —
કોટ મને નહીં,
હું કોટને
માપમાં આવતો જાઉં છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખધૂળનો ખેલઆગલો લેખ →મ્હેણું