મ્હેણું
તેં મ્હેણું માર્યું:
‘તું તો પથ્થર છે.’
હું હસ્યો.
ગામના પાદરે
જે મંદિર છે ને,
એમાં બેઠેલા ભગવાન પણ
પથ્થરના જ છે.
ફરક એટલો જ —
કોઈએ એમને
ટાંકણે ટાંકણે
ધીરજથી કોતર્યા હતા.
તું એક વાર
ટાંકણું લઈને તો આવ,
પછી જો
આ પથ્થરમાંથી
શું શું પ્રગટે છે.
– પરાગ રતનપરા