← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પતંગિયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાવાઝોડું આવ્યું.
ઝાડ મૂળસોતાં ઊખડ્યાં,
છાપરાં ઊડ્યાં,
વીજળીના થાંભલા
ઘૂંટણિયે પડ્યા.

ને એક પતંગિયું
એની પાતળી પાંખો લઈને
પવનની સામે
ઊડતું રહ્યું.

સૌએ કહ્યું: ‘મૂરખ!’

સવારે
ઝાડ પડેલાં હતાં,
થાંભલા પડેલા હતા.

ને બગીચાના એક ખૂણે
પેલું પતંગિયું
ભીના ફૂલ પર બેસીને
પાંખો સૂકવતું હતું.

જે નમી શક્યું,
એને તોફાન
તોડી ન શક્યું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખલગ્નઆગલો લેખ →સાથે આવશે?