પડછાયો
બપોરે
મારો પડછાયો
મારા પગ નીચે સંતાઈ જાય છે —
જાણે તડકાથી ડરતો હોય.
સાંજે
એ જ પડછાયો
લાંબો થઈને
મારા કરતાં પહેલાં
ઘરના ઉંબરે પહોંચી જાય છે.
બા કહેતી:
‘પડછાયો આગળ ચાલે
ત્યારે સમજવું,
દિવસ પૂરો થવા આવ્યો.’
આજકાલ
હું જોઉં છું,
મારો પડછાયો
રોજ થોડો વધારે
આગળ ચાલે છે.
ને હું
એને રોકતો નથી.
ઘરે કોઈ તો
વહેલું પહોંચવું જોઈએ.
– પરાગ રતનપરા