← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નવું વર્ષ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દર વર્ષે
પહેલી તારીખે
હું નવી ડાયરી ખરીદું છું.

પહેલા પાના પર
મોટા અક્ષરે લખું છું:
‘આ વર્ષે
ગુસ્સો નહીં,
આળસ નહીં,
મીઠાઈ નહીં.’

ફેબ્રુઆરી આવતાં સુધીમાં
ડાયરી
કબાટમાં,
ગુસ્સો
ઘરમાં,
ને મીઠાઈ
પેટમાં પહોંચી જાય છે.

ડિસેમ્બરના છેલ્લા દિવસે
ડાયરી ખોલું છું,
તો બાકીનાં
ત્રણસો ને ત્રેસઠ પાનાં
કોરાં હોય છે.

હું એ કોરાં પાનાં સામે
હસી પડું છું —
વર્ષ તો
આખું જિવાઈ ગયું,
ફક્ત
લખવાનું રહી ગયું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમારું ગામઆગલો લેખ →રહેવા દો