મારું ગામ
આ તે કેવા હાલ થયા રે, મારા ગામ, તને કોણે લૂંટ્યું?
પાદરનો વડલો કપાયો, ને ગામનું હૈયું તૂટ્યું.
જ્યાં ભરાતો ચોરો સાંજે, ત્યાં હવે પાર્કિંગ ઊભું,
પનિહારીનો કૂવો પૂરીને બાંધ્યું ટાવર ઊંચું;
પીપળે દીવો કોણ મૂકે, સૌએ મંદિર છૂટ્યું…
આ તે કેવા હાલ થયા રે…
ખેતર વેચી સૌ ગયા શહેરે, ઘર તાળે લટકાયાં,
ઓટલે બેસતા દાદા-દાદી ફોટામાં ટીંગાયાં;
હાટડીએ મળતું'તું હેત, એ પણ મૉલે ખૂટ્યું…
આ તે કેવા હાલ થયા રે…
પરાગ કહે: હજી મોડું નથી, પાછા વળીએ ભાઈ,
માટી બોલાવે છે સૌને, ખેતર જુએ છે રાહ;
જે મૂળથી છૂટ્યું તે પાન તો ભૂલું ભૂલું જ ઘૂંટ્યું…
આ તે કેવા હાલ થયા રે…
– પરાગ રતનપરા