← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નામ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મંદિરના જીર્ણોદ્ધારની
તકતી પર
દાતાઓનાં નામ છે —
શેઠ ફલાણાભાઈ,
સ્વ. ઢીકણાભાઈની સ્મૃતિમાં,
શ્રીમતી અને શ્રી…

પણ
એ ઈંટો
જે માથે ઊંચકીને
ત્રીજા માળ સુધી ચડાવી,
એ મજૂરણ બાઈનું નામ
ક્યાંય નથી.

ઘરની
નેમપ્લેટ પર
પતિનું નામ છે,
દીકરાની ડિગ્રી પર
દીકરાનું.

જેણે
રાત-રાત જાગીને
એ ડિગ્રીનાં પાનાં ફેરવ્યાં,
અને
એ ઘરને
રોજ સાંજે
દીવો કરીને ઘર બનાવ્યું,
એનું નામ
માત્ર
રસોડાના ડબ્બા પર
ચોંટાડેલી
ચબરખીમાં છે:
‘મીઠું’, ‘ખાંડ’, ‘હળદર’.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદાદાજીનો રેડિયોઆગલો લેખ →શબ્દ પણ