← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મોજાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દરિયાકાંઠે
એક છોકરો
રેતીમાં
પોતાનું નામ લખે છે.

મોજું આવે છે,
નામ ભૂંસી
પાછું જાય છે.

છોકરો ફરી લખે છે.
મોજું ફરી આવે છે.

સાંજ સુધી
આ રમત ચાલે છે.

છેવટે છોકરો
થાકીને જાય છે,
ને હું જોઉં છું —
પાછું વળતું મોજું
એક ક્ષણ
અટકે છે,
જાણે
પાછું વળીને જોતું હોય
કે
છોકરો
કાલે આવશે કે નહીં.

દરિયાને પણ
કોઈ જોઈએ છે
જેની સાથે
હારવાની મજા આવે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમાધવ ક્યાંય દીઠો?આગલો લેખ →ઘણું’તું