મારી મુશ્કેલી
મારી મુશ્કેલી એ છે
કે મને
બધા સાચા લાગે છે.
ખેડૂતની વાત સાંભળું
તો એ સાચો,
વેપારીની સાંભળું
તો એ પણ.
દીકરો કહે ત્યારે દીકરો,
બાપુ કહે ત્યારે બાપુ.
લોકો કહે છે:
‘તમારો કોઈ પક્ષ જ નથી?’
છે ને —
જે રડતું હોય,
એનો.
પણ મુશ્કેલી એ છે
કે આજકાલ
બધા જ
થોડું થોડું
રડતા હોય છે.
– પરાગ રતનપરા