← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મારી મુશ્કેલી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મારી મુશ્કેલી એ છે
કે મને
બધા સાચા લાગે છે.

ખેડૂતની વાત સાંભળું
તો એ સાચો,
વેપારીની સાંભળું
તો એ પણ.
દીકરો કહે ત્યારે દીકરો,
બાપુ કહે ત્યારે બાપુ.

લોકો કહે છે:
‘તમારો કોઈ પક્ષ જ નથી?’

છે ને —
જે રડતું હોય,
એનો.

પણ મુશ્કેલી એ છે
કે આજકાલ
બધા જ
થોડું થોડું
રડતા હોય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખહૈયાની વાતઆગલો લેખ →છૂટા શેર ૬૦૬૬–૬૧૨૫