← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

લાકડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામને છેડે
ભેંસો ચરાવતી
બાર વરસની એક છોકરી.
પાસે હતી માત્ર
બાપની જૂની લાકડી.

સાંજ પડી,
ઝાડીમાં કશુંક ઘૂરક્યું —
આખું ગામ દરવાજા વાસીને
બારીની તિરાડમાંથી જોતું રહ્યું.

છોકરીએ ઓઢણી કમરે કસી,
લાકડી ઊંચી કરી,
ને અંધારાને એક જ હાકલ કરી:
‘ખબરદાર!’

અંધારું પાછું હટ્યું.

બીજે દિવસે ચોરે
પુરુષોએ મૂછે તાવ દઈ
આખો દિવસ વાઘની વાતો કરી.

છોકરી તો ભેંસો લઈને
ફરી નીકળી ગઈ —
એને ક્યાં વાર્તામાં રહેવું’તું?
એને તો
ઘાસ સુધી પહોંચવું’તું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકાણું રાખજેઆગલો લેખ →ખીંટી