કાણું રાખજે
હે ખુદા, આ ઝોળમાં તું એક કાણું રાખજે,
હું ફરી આવું ફરી, એવું જ ટાણું રાખજે.
સાવ છલકાતો રહું, ભૂલી જઉં આ બારણું,
એક ખૂણે સાવ ખાલી, એક ભાણું રાખજે.
જે મળે એ ગીત થાતું, ખોટ થાતી પ્રાર્થના,
હોઠ પર પૂરું ન થાતું એક ગાણું રાખજે.
દીકરી ગઈ સાસરે ને સાવ સૂનું ઘર થયું,
એ ફરી પાછી પધારે, એ જ આણું રાખજે.
આ ‘પરાગે’ રાતભર માગી હતી બસ એટલી:
આંખ મીંચાતાં પહેલાં એક વ્હાણું રાખજે.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રાર્થના #અધૂરપ #ઈશ્વર #તરસ #પરાગરતનપરા
#GujaratiGhazal #Prayer #BlessedIncompleteness #Longing #Faith #ParagRatanpara