← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કવિની પીડા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પહાડ પર બરફ પડ્યો
ત્યારે સૌએ ફોટા પાડ્યા,
સ્વેટરમાં લપેટાઈને
ગરમ ચાની વરાળ સાથે
‘વાહ’ કહ્યું.

કોઈએ પૂછ્યું નહીં
કે પહાડને ઠંડી લાગે છે કે નહીં.

કવિ પણ પહાડ જેવો જ છે —
એના પર જ્યારે પીડા વરસે
ત્યારે જ
લોકો આવીને કહે છે:
‘કેટલું સુંદર લખ્યું છે!’

બરફ ઓગળશે, સહેલાણીઓ જશે,
અને પહાડ
પોતાની છાતી પર પડેલાં
પગલાં ગણતો
એકલો ઊભો રહેશે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખછૂટા શેર ૪૬૪૬–૪૬૬૫આગલો લેખ →કૉપી-પેસ્ટ