કાનાને સંદેશો
કાનાને કહેજો —
હવે જમનાને કાંઠે
વાંસળી નથી વાગતી,
રિંગટોન વાગે છે.
ગોપીઓ હવે
માખણ નથી વલોવતી,
પેકેટ ખોલે છે.
ને છતાં,
કદંબની એક ડાળ
હજી ઝૂકેલી છે —
જાણે કોઈ
હમણાં જ ત્યાંથી
કૂદીને ગયું હોય.
કાનાને કહેજો —
ગામ બદલાયું છે,
પણ રાધાની રાહ
હજી એ જ જૂની
ધૂળિયે કેડીએ
ઊભી છે.
– પરાગ રતનપરા