← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રખડુ મનવો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નકશા વિના મારે રખડવું રે, ભાઈ, નકશા વિના મારે રખડવું,
કેડી જ્યાં લઈ જાય ત્યાં જાવું, ને ઝરણાંની જેમ દડવું.

ડુંગર પૂછે: ‘ક્યાં જાવું છે?’ — કહું: ‘તું જ્યાં લઈ જાય,’
વગડો પૂછે: ‘શું શોધે છે?’ — કહું: ‘જે ખોવાઈ જાય;’
ભૂલા પડવાની મોજ જુદી, ભૂલીને ફરી જડવું…
નકશા વિના મારે…

ટેકરીએ ટહુકો ઝીલું ને નદીએ નાહું નિરાંતે,
ઝાડ તળે ઓશીકું પથ્થરનું, તારા ઓઢું રાતે;
ભોમિયો તો ભાથું દે, પણ મારે ભૂખમાં ઘડવું…
નકશા વિના મારે…

પરાગ કહે: આ ફોનમાં નકશા, સૌ રસ્તા ગણાવે,
પણ પગને જે સપનું આવે, એ કોઈ ના બતાવે;
મંઝિલ કરતાં મીઠું લાગે, રસ્તે રસ્તે અડવું…
નકશા વિના મારે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખરૂપનો ડંખઆગલો લેખ →કાનાને સંદેશો