← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાગડો બોલ્યો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સવારે
નેવે બેસીને
કાગડો બોલ્યો.

બાએ
તરત
ચૂલે વધારે લોટ બાંધ્યો,
ઓસરી વાળી,
ને ઝાંપે બે વાર જોઈ આવી.

સાંજ પડી.
કોઈ ન આવ્યું.

રાત્રે
વધેલી રોટલીઓ
બાએ ગાયને ખવડાવી
ને બોલી:
‘મહેમાન આવ્યા તો ખરા,
ચાર પગે આવ્યા.’

બા માટે
કાગડો
કદી ખોટો પડતો નહીં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનીલામઆગલો લેખ →અદલાબદલી