← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

જે પકડાય છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું પતંગિયાને મુઠ્ઠીમાં પકડું છું
અને એ
રંગ બનીને મારી હથેળીમાં રહી જાય છે,
પાંખ બનીને નહીં.

હું તારી પાંપણને ચૂમું છું
અને ત્યાંથી
સપનું ઊડી જાય છે,
ભીનાશ જ રહી જાય છે.

હું ગીતને કાગળ પર ઉતારું છું
અને શબ્દો રહી જાય છે,
સૂર તો
બારીમાંથી સરકી
સામેના લીમડા પર જઈ બેસે છે.

કદાચ જે પકડાય છે
એ આપણું નથી હોતું,
ને જે છટકી જાય છે
એ જ આપણને
આખી જિંદગી
પકડી રાખે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકૅલેન્ડરનો હિસાબઆગલો લેખ →ઠોકરે