← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હાઇવે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગામથી શહેર જતો
હાઇવે
પહોળો થતો ગયો —
ચાર લેન,
છ લેન,
આઠ લેન.

ગામ
સાંકડું થતું ગયું —
પહેલાં ખેતર ગયાં,
પછી વડ,
પછી નિશાળ,
છેલ્લે
દીકરાઓ.

હવે
હાઇવે પર
ટોલનાકું છે.
ગામ પાસે
ફક્ત
એક ઓવરબ્રિજ છે,
જેની નીચે બેસીને
બાપા
ગાડીઓ ગણે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખડાળ પરઆગલો લેખ →વારતા