ઘસાવું
હવા
ખડકની છાતી પર
સદીઓથી
એક જ અક્ષર ઘૂંટે છે.
એક કાનો પૂરો કરતાં
એને
હજાર ચોમાસાં લાગે છે.
આપણે
રોજ સો કવિતા લખીએ,
ને સાંજ પડતાં
ભૂલી જઈએ.
હવા
એક જ અક્ષર લખે છે,
ને ખડક
એને યાદ રાખવા
આખેઆખો ઘસાઈ જાય છે.
કવિતા
લખવાથી નથી થતી,
ઘસાવાથી થાય છે.
– પરાગ રતનપરા