ફરી મારું શહેર
વીસ વર્ષે
મારા શહેરમાં પાછો આવ્યો.
સ્ટેશન નવું,
રસ્તા નવા,
દુકાનોનાં પાટિયાં અંગ્રેજીમાં.
જે ઝાડ નીચે
અમે લખોટી રમતા,
ત્યાં હવે
પાર્કિંગ છે.
જે ઘરના ઓટલે
પહેલી વાર
કોઈની આંખ સાથે આંખ મળી હતી,
ત્યાં હવે
એક બૅન્કનું એ.ટી.એમ. છે.
હું ઊભો રહ્યો,
પૈસા કાઢવા નહીં,
થોડી
યાદો કાઢવા.
મશીને કહ્યું:
‘અપૂરતું બૅલેન્સ.’
– પરાગ રતનપરા