← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

એક પંક્તિ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પપ્પાની જૂની ડાયરીમાં
હિસાબ હતા —
દૂધના, ભાડાના, દવાના,
મારી સ્કૂલ-ફીના.

છેલ્લા પાને
વાંકા અક્ષરે
એક જ પંક્તિ હતી,
કોઈ કવિની:
‘ઝાડ પોતે તડકો ખમે, ત્યારે છાંયો થાય.’

હું ઘણું ભણ્યો,
ઘણી કવિતાઓ વાંચી,
વ્યાખ્યાનો આપ્યાં.

પણ આજે સમજાયું —
આખી ડાયરીના બધા હિસાબ
એ એક પંક્તિનો
અર્થ સમજાવવા જ
લખાયા હતા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખશોધજેઆગલો લેખ →શક્યતા