← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીકરાને — પહેલી સાઇકલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

યાદ છે, બેટા?
તારી પહેલી સાઇકલ.

હું પાછળથી
સીટ પકડીને દોડતો હતો,
ને તું વારેવારે પૂછતો:
‘પપ્પા, પકડ્યું છે ને?’
‘હા, બેટા, પકડ્યું છે.’

પછી એક વળાંકે
મેં ધીમેથી
હાથ છોડી દીધો.

તું આગળ ગયો,
ડગમગ્યો, સંભળ્યો,
ને ચાલ્યો ગયો —
ગલીના છેડા સુધી,
પછી શહેર સુધી,
પછી સમુદ્ર પાર.

આજે પણ
ફોન પર તું પૂછે છે:
‘પપ્પા, બધું બરાબર છે ને?’

ને હું કહું છું:
‘હા, બેટા, પકડ્યું છે.’

ને મારી ખાલી હથેળી
હજી
પેલી સીટનો આકાર
ભૂલી નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપુરુષઆગલો લેખ →છે ભીતર