દર્દ હસે છે
હા,
મને ખબર છે —
દર્દ હસે છે.
જોયું છે મેં
હૉસ્પિટલના વૉર્ડમાં
કીમો લેતી એક છોકરીને,
જે નર્સને જોક કહેતી હતી.
જોયું છે મેં
સ્મશાનેથી પાછા વળતા
એક દીકરાને,
જે નાની બહેનને
ચોકલેટ અપાવતો હતો.
દર્દ
રડતું હોત
તો આપણે
એને ઓળખી લેત.
એ હસે છે,
એટલે જ
આખી જિંદગી
આપણી સાથે
રહી શકે છે.
– પરાગ રતનપરા