દાદાજીની ઘડિયાળ
દાદાજીની ઘડિયાળ
વર્ષોથી બંધ છે —
ચાર ને દસ મિનિટે.
ઘરમાં સૌ કહે છે:
‘હવે તો એને ફેંકી દો.’
પણ મને ખબર છે —
એ ચાર ને દસ મિનિટે જ
દાદાજીએ છેલ્લી વાર
મારો હાથ પકડ્યો હતો.
ઘડિયાળ બંધ નથી;
સમય ત્યાં જ અટકીને
હજી મારો હાથ પકડીને ઊભો છે.
– પરાગ રતનપરા