← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રસ્તો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એણે રસ્તો બનાવ્યો.
ડામર પાથર્યો ભરબપોરે,
પગ દાઝ્યા, હાથ કાળા થયા.

રસ્તો બન્યો — ચકચકિત, સુંવાળો.
ઉદ્ઘાટન થયું,
રિબન કપાઈ, ફોટા પડ્યા, તાળીઓ પડી.
એ ભીડની છેલ્લી હરોળમાં ઊભો હતો.

હવે એ જ રસ્તા પરથી
મોટરો સડસડાટ નીકળે છે,
ને એ ફૂટપાથ પર બેસીને
ગણ્યા કરે છે —
કેટલી ગાડીઓ
એના પરસેવા પરથી
પસાર થઈ ગઈ.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદાદાજીની ઘડિયાળઆગલો લેખ →બા અને સ્માર્ટફોન