← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાઈબંધ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાલીસ વરસ પછી
એ મળ્યો —
ધોળી દાઢી, જાડાં ચશ્માં,
હાથમાં લાકડી.

અમે બંને
થોડી વાર
એકબીજાને જોતા રહ્યા,
જાણે અરીસો પૂછતો હોય:
‘આ તું જ છે?’

પછી એણે
ખિસ્સામાંથી
એક લખોટી કાઢી —
કાચની, વચ્ચે લીલી લકીરવાળી.

‘તું હારી ગયો હતો,
યાદ છે?
મેં ચાલીસ વરસ સાચવી રાખી,
કે ફરી રમીશું.’

ત્યાં, બાગના બાંકડા પાસે,
બે ઘરડા
ઘૂંટણ વાળીને
ધૂળમાં બેઠા.

લોકો જોતા રહ્યા.
અમે
દસ વરસના થઈ ગયા.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવાત અધૂરીઆગલો લેખ →થઈ ગયો