← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

બાળક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદાજી
હવે બાળક થઈ ગયા છે.
જમતાં જમતાં
ખમીસ પર દાળ ઢોળે,
દવા ન પીવા માટે
રિસાય,
ને રાતે
લાઇટ ચાલુ રાખીને જ સૂએ.

હું એમને
એ જ રીતે સમજાવું છું
જે રીતે
એક જમાનામાં
એમણે મને સમજાવ્યો હતો.

ફરક એટલો જ —
હું રોજ થોડો
મોટો થતો ગયો હતો;
આ બાળક
રોજ થોડુંક
નાનું થતું જાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઅજાણ્યાંઆગલો લેખ →મંદિરમાં એકલો