← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અરીસો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એ રોજ સવારે
અરીસા સામે ઊભી રહે છે.

કપાળે ચાંદલો,
આંખે કાજળ,
હોઠે સ્મિત —
જાણે
આખા દિવસનો
બખ્તર પહેરતી હોય.

પછી
સાસુની ચા,
પતિનું ટિફિન,
બાળકોની બસ,
ઑફિસની ફાઇલ…

રાતે
અરીસા સામે ઊભી રહી
એ ચાંદલો ઉખાડે છે,
કાજળ લૂછે છે,
સ્મિત ઉતારે છે.

ને અરીસામાં
પહેલી વાર
દેખાય છે —
એ પોતે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખભોગવાયા અમેઆગલો લેખ →બાપુની તિથિ