← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંસુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાંપણની ધારે
લટકતું આંસુ
બોલ્યું:

‘મને પડવા દે.
હું વહી જઈશ
તો તું હળવો થઈશ.’

મેં કહ્યું:
‘ના.
તું પડીશ
તો લોકો જોશે.’

આંસુ હસ્યું:
‘લોકો તો
તારું હસવું પણ જુએ છે,
ને એ તો
રોજ ખોટું પડે છે.
એક વાર
સાચું પડવા દે.’

ને હું
પહેલી વાર
જાહેરમાં
રડી પડ્યો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતારું નામ લઈઆગલો લેખ →મૂક ને