← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંબો જાણે છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આટલાં વર્ષે
કબૂલું છું:
પડોશી કાકાના આંબા પરથી
કેરી
મેં જ ચોરી હતી.

એમણે
આખું ફળિયું ભેગું કર્યું,
વાંદરાને ગાળો દીધી,
ચોકીદાર રાખ્યો,
આંબાને ફરતે
કાંટાની વાડ બાંધી.

વાંદરો હવે દેખાતો નથી.
કાકા પણ નથી.
આંબો છે.

દર ઉનાળે
એ પીળો થાય છે,
ને મારી સામે જોઈને
પાંદડાં હલાવે છે —
જાણે કહેતો હોય:
‘મને ખબર છે, ભાઈ.
કાકાને નહોતું કહ્યું.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકવિ સંમેલનઆગલો લેખ →મધરાતે ગોકુળ