← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વરસાદ અને એક ગાંડો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વરસાદ પડે
ત્યારે
આખું નગર
છત્રી નીચે
સંકોચાઈ જાય છે.

માત્ર
એક ગાંડો
ફૂટપાથ પર
હાથ પહોળા કરીને
ઊભો રહે છે —
મોઢું ઊંચું,
આંખો બંધ.

લોકો હસે છે.

મને
પહેલી વાર
ઈર્ષ્યા થાય છે —

આખા નગરમાં
વરસાદને
એક જ જણ
મળ્યો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવહેંચણીઆગલો લેખ →હસતાં જઈએ