← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વહેમનો બાવળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક શબ્દ
ઓછો બોલાયો,
એક સ્મિત
મોડું આવ્યું,
એક ફોન
ઊપડ્યો નહીં —

ને મનના આંગણામાં
વહેમનો એક દાણો પડ્યો.

અમે બંનેએ
રોજ એને પાણી પાયું —
એણે મૌનથી,
મેં સવાલોથી.

આજે એ બાવળ થઈ ગયો છે.
છાંયો આપતો નથી,
ફૂલ ખીલવતો નથી,
ને કાપવાની
અમારા બેમાંથી કોઈની હિંમત નથી —
કેમ કે
કુહાડી ઉપાડવા માટે પણ
પહેલાં
એકબીજાનો હાથ ઝાલવો પડે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆપજેઆગલો લેખ →મીરાંનો એકતારો