← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વહેલો આવજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મા રોજ કહેતી:
‘વહેલો પાછો આવજે.’

હું હસતો.
ઑફિસ, મિત્રો, ટ્રાફિક,
પછી પરદેશ —
‘વહેલો’ શબ્દ
મારી ઘડિયાળમાં ક્યાંય નહોતો.

પછી એક રાતે
ફોન આવ્યો,
ને હું
પહેલી વાર
ખરેખર વહેલો નીકળ્યો —
પણ
મોડો પહોંચ્યો.

હવે ઘરનો દરવાજો
ખુલ્લો જ રાખું છું.
કદાચ
મા ક્યાંકથી કહે:
‘આવી ગયો? સારું.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખકેટલાક લોકોઆગલો લેખ →તારું નામ લઈ