← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કેટલાક લોકો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કેટલાક લોકો
વરસાદ જેવા આવે છે —
અચાનક, ભીંજવી જાય,
ને જતાં જતાં
આંગણે ખાબોચિયાં મૂકી જાય.

કેટલાક
પાનખર જેવા —
આવે, ને આપણામાંથી
કંઈક ખેરવી જાય.

કેટલાક
ચકલી જેવા —
રોજ આવે,
થોડું ચણે,
થોડું ગાય,
ને આપણને ખબર પણ ન પડે
કે આપણી સવાર
એમનાથી જ ઊગે છે.

એક દિવસ
ચકલી ન આવે,
ત્યારે સમજાય છે
કે ઘરમાં
બારી કેમ રાખી હતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસામે પૂરઆગલો લેખ →વહેલો આવજે