વાવતાં
આંખમાં વર્ષ ગ્યાં આ સપન વાવતાં,
ગામ છૂટ્યું, નવું આ વતન વાવતાં.
બીજ રોપ્યાં, ઉગાડ્યાં, ઉછેર્યાં ઘણાં,
કેટલા ઘાવ ખાધા ચમન વાવતાં.
પાંખ દીધી અમે બાળને, ને પછી
નીડ સૂનો થયો આ ગગન વાવતાં.
ફૂલ ખીલ્યાં હવે આજ આંગણ ભરી,
માવડી ઓગળી એ જતન વાવતાં.
આ પરાગે ગઝલ ફૂલમાં સંઘરી,
મ્હેક ઊડી, ભળી એ પવન વાવતાં.
– પરાગ રતનપરા
#ગઝલ #સપનું #ત્યાગ #મા #સંતાન #પરાગરતનપરા
#GujaratiGhazal #Dreams #Sacrifice #Parenthood #EmptyNest #ParagRatanpara