← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાટ અને તેલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દીવામાં
વાટે તેલને પૂછ્યું:
‘આપણામાંથી બળે છે કોણ?’

તેલ બોલ્યું:
‘હું ખૂટું છું,
તું કાળી પડે છે,
કોડિયું તપે છે.’

ત્યાં
અંધારામાં બેઠેલું બાળક
ચોપડી ખોલીને
પહેલો અક્ષર વાંચે છે —
‘અ’.

વાટ ચૂપ થઈ ગઈ.
તેલ પણ.

બળવું કે ઝળહળવું —
એ પ્રશ્ન
હંમેશાં
બળનારનો નહીં,
જોનારનો હોય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઉદ્ધવ, હવે સમજાયું?આગલો લેખ →ડૂબકી