← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાઈ-ફાઈ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘરમાં
પાંચ માણસ,
પાંચ ફોન,
એક વાઈ-ફાઈ.

જમવાનું તૈયાર થયું
તો બાએ
ફૅમિલી ગ્રૂપમાં મેસેજ મૂક્યો:
‘થાળી પીરસી છે.’

ત્રણ જણે ‘લાઈક’ કર્યું,
એકે અંગૂઠો મોકલ્યો,
એક તો ‘ઑનલાઈન’ જ નહોતો.

રાતે વાઈ-ફાઈ બગડ્યું.
પહેલી વાર
આખું ઘર
એક જ ઓરડામાં ભેગું થયું —
ને સૌએ શોધી કાઢ્યું
કે દાદાજી
હજી જીવે છે,
ને વાર્તા પણ કહે છે.

– પરાગ રતનપરા

અછાંદસવ્યંગ
← પહેલો લેખના જોઈએઆગલો લેખ →આઈસીયુની બહાર