વાદળ
વાદળ આવ્યાં.
બંગલાવાળાએ
છત્રી ખોલી,
બાલ્કનીમાં ચા મંગાવી,
ને મોબાઇલમાં ફોટો પાડ્યો:
‘લવલી વેધર!’
ઝૂંપડીવાળીએ
છાપરા પર
પ્લાસ્ટિક ખેંચ્યું,
વાસણ ગોઠવ્યાં —
એક ખૂણે, બીજું પથારી પાસે,
ત્રીજું
છોકરાના માથા ઉપર.
વાદળે બંનેને જોયાં.
પછી
વાદળ થોડું
ઝૂંપડી પર
ધીમે વરસ્યું.
વાદળ પાસે પણ
હૈયું હોય છે,
ફક્ત
એને છત્રી નથી.
– પરાગ રતનપરા