ઉત્તરાયણ પછી
ઉત્તરાયણ આખો દિવસ
ધાબાં ગાજ્યાં,
‘કાપ્યો છે!’ની ચીસો,
ઊંધિયું, જલેબી, ડીજે.
સાંજે
ઝાડની ડાળીઓ પર
સેંકડો પતંગ ફસાયા —
જાણે આકાશે
આખા ગામનાં સપનાં
ઝાડને સોંપી દીધાં.
બીજે દિવસે સવારે
મેં બારીમાંથી
પંખીઓ ગણ્યાં.
થોડાં
ઓછાં હતાં.
– પરાગ રતનપરા